Farmers magazines

સાથીઓ,

ધણા મિત્રોના ફોન એમ આવે છે કે ખેતી વિષયક કોઇ મેગેઝીન હોય તો માહિતી આપો. તો નીચે કેટલાક મેગેઝીન કે જે ઓનલાઇન ઉપલબ્ધ છે તેમની લીન્ક આપું છું.

1. Krishi Jagran(www.krushijagran.com)

2. ક્રૂષિજીવન(gasfcagrotech.com/krishi-jivan)

3. ક્રૂષિવિજ્ઞાન(krushivigyan.com)

4. ગુજરાતી એગ્રીકલ્ચર મેગેઝીન((issuu.com/kiwipumps/docs/kheti_ni_vat)

5. ક્રૂષિ-ગોવિધ્યા(www.aau.in/Krushigovidya)

મહત્વની વાત એમ છે કે આ બધી ફ્રી મેગેઝીન છે જે આપેલી લીન્ક પર એન્ટર કરતા જ ખૂલી જશે. હવે, ખેડૂતની માહિતી માટે ખેડૂતે કોઇના પર આધારીત રહેવાનું કોઇ કારણ નથી.

ideology testing kit

ધણા મિત્રોનો પ્રશ્ન છે કે કેટલા પ્રકારની કોમ્યુનિષ્ટ પાર્ટીઓ છે અને એમાથી કયી કોમ્યુનિષ્ટ પાર્ટીમા યુવાનોએ જોડાવુ જોઇએ??

મારે એમને એક જ વાત કહેવાની છે કે રેડીમેડ જવાબ ક્યાય નથી!!!
સામાન્ય માણસનો પ્રોબ્લેમ શુ છે??

એ જ કે નિર્ણય જાતે લેવાના બદલે મસીહાઓની સામે મોઢા તાકે છે. એટલે એ પહેલા X મસીહાના કહેવા પ્રમાણે ચાલતો હતો, હવે બીજા કોઇ Y મસીહા પ્રમાણે ચાલે એનો કશો અર્થ નથી.

મારો હેતુ તો એ નિર્ણય જાતે લ ઇ શકે તે છે. અને એ નિર્ણય જાતે કેવી રીતે લેવો જોઇએ કે કેવી રીતે લ ઇ શકાય તે માટે મે એક ટૂલ શોધ્યુ છે.

#તમારે નીચેના પગલા લેવાના છે.

એને શાતિથી વાચો અને સમજો.

સ્ટેપ નંબર ૧. અલગ અલગ બધી વિચારધારાઓ(તથા રાજકીય પક્ષો)નુ લીસ્ટ બનાવો.

સ્ટેપ નંબર ૨. તેની વિચારધારા પર આપણી વિચારધારા ટેસ્ટીગ કીટને લાગુ કરીને તેના દરેક મુદ્દાની સામે હા કે ના જવાબ લખો.

સ્ટેપ નંબર ૩. તે પક્ષ, સંગઠન અથવા પાર્ટીના લીડરો, કાર્યકરો તથા ઓફીસની ઓછામા ઓછી પાચ પાચ વખત મુલાકાત લો અને ઓબર્જરવેશન કરો.

આ બધી થૈ જાય એટલે શાત મને જાતે વિચારો અને પોતે કયી વિચારધારા, સંગઠન કે પાર્ટીમા જોડાવુ.જોઇએ તેનો નિર્ણય લો.

Ideology testing Kit(વિચારધારા તપાસ કરવાનુ ટૂલ બોક્સ)
ભાગ-૧.

# તમારી વિચારધારા અને તમારો સબંધ:

૧. શુ તમારી વિચારધારા તમને બહેતર ઇન્સાન બનવા પ્રેરે છે?
૨. શુ તમારી વિચારધારા તમને રેશનલ થીકીગ કરવા પ્રેરે છે?
૩. શુ તમારી વિચારધારા તમને વૈજ્ઞાનિક એપ્રોચવાળા ઇન્સાન બનવા પ્રેરે છે?
૩. શુ તમારી વિચારધારા તમને બધુ વાચવા અને સમજવા પ્રેરે છે?
૪. શુ તમારી વિચારધારા તમને નમ્ર બનવા પ્રેરે છે?
૫. શુ તમારી વિચારધારા તમને મદદ કરનાર અને સમાજનો આભાર માનવા પ્રેરે છે?
૬. શુ તમારી વિચારધારા તમારી ભાષાને વધુ સભ્ય બનવા પ્રેરે છે?
૭. શુ તમારી વિચારધારા તમને મહિલાઓનુ સન્માન કરવા પ્રેરે છે?
૮. શુ તમારી વિચારધારા તમને ગરીબ માણસો માટે સહાનુભૂતિ રાખવા પ્રેરે છે?
૯. શુ તમારી વિચારધારા તમને નફરતના બદલે પ્રેમ કરવા પ્રેરે છે?
૧૦. શુ તમારી વિચારધારા તમને બહેતર ઇન્સાન બનવા પ્રેરે છે?
૧૧. શુ તમારી વિચારધારા તમને વધુ સરળ અને ખૂશનુમા ઇન્સાન બનવા પ્રેરે છે?
૧૨. શુ તમારી વિચારધારા તમને તમારી ભૂલો શોધવા, સ્વિકારવા અને સુધારવા પ્રેરે છે?
૧૩. શુ તમારી વિચારધારા તમને આસપાસના વાતાવરણ અને જીવો પ્રત્યે સંવેદનશીલ બનવા પ્રેરે છે?
૧૪. શુ તમારી વિચારધારા તમને પોઝીટીવ માણસ બનવા પ્રેરે છે?

જો ના, તો તરત જ એ વિચારધારાને છોડી દો. અને એવી વિચારધારા શોધો જેના જવાબ હા મા મળતા હોય.

Ideology testing Kit(વિચારધારા તપાસ કરવાનુ ટૂલ બોક્સ)
ભાગ-૨
@ તમારી વિચારધારા અને સમાજ પરિવર્તનો:

૧. . શુ તમારી વિચારધારા તમને સમાજમા આવતા ફેરફારોના વૈજ્ઞાનિક નિયમો શીખવાડે છે?

૨. શુ તમારી વિચારધારા તમને સમાજના અત્યાર સુધીીના સમાજના સામાજીીક, અને આર્થિિિકક પાયાાાઓઓ કેવી રીતે સમજવા જોઇએ તેવુ શીખવાડે છે??

૩. શુ તમારી વિચારધારા તમને સમાજમા આવનારા ફેરફારોની પૂર્્વવ ધારણ કે પ્રિડીકશન કરવાના વૈજ્ઞાનિક નિયમો શીખવાડે છે?

જો ના, તો તરત જ એ વિચારધારાને છોડી દો. અને એવી વિચારધારા શોધો જેના જવાબ હા મા મળતા હોય.

Ideology testing Kit(વિચારધારા તપાસ કરવાનુ ટૂલ બોક્સ)
ભાગ-3
@ તમારી વિચારધારા અને સામાજિક પ્રશ્નો:

૧. શુ તમારી વિચારધારા જાતિવાદ/જાતિ વ્યવસ્થાને ખતમ કરવા માટેની કોઇ ઉકેલ/પ્રોગ્રામ બતાવે છે?

૨. શુ તમારી વિચારધારા મહિલા મુકતિના કોઇ ઉકેલ/પ્રોગ્રામ બતાવે છે?

૩. શુ તમારી વિચારધારા સાપ્રદાયિકતા ખતમ કરવા માટેની કોઇ ઉકેલ/પ્રોગ્રામ બતાવે છે?

૪. શુ તમારી વિચારધારા ગામડા અને શહેરો વચ્ચેનો તફાવત ખતમ કરવા માટેની કોઇ ઉકેલ/પ્રોગ્રામ બતાવે છે?

૫. શુ તમારી વિચારધારા શારીરીક શ્રમ અને બૌધ્ધિક શ્રમ વચ્ચેના ખતમ કરવા માટેની કોઇ ઉકેલ/પ્રોગ્રામ બતાવે છે?

૬. શુ તમારી વિચારધારા પર્યાવરણ ને બચાવવા માટેની કોઇ ઉકેલ/પ્રોગ્રામ બતાવે છે?

જો ના, તો તરત જ એ વિચારધારાને છોડી દો. અને એવી વિચારધારા શોધો જેના જવાબ હા મા મળતા હોય.

Ideology testing Kit(વિચારધારા તપાસ કરવાનુ ટૂલ બોક્સ)
ભાગ-૪
@ તમારી વિચારધારા અને રાજકારણ અથવા રાજકીય પ્રશ્નો:


૧. શુ તમારી વિચારધારા તમને રાજકીય ક્ષેત્ર આવતા ફેરફારોના વૈજ્ઞાનિક નિયમો શીખવાડે છે?

૨. શુ તમારી વિચારધારા તમને રાજકીય ફેરફારોના અત્યાર સુધીીના સમાજના સામાજીીક, અને આર્થિિિકક પાયાાાઓઓ કેવી રીતે સમજવા જોઇએ તેવુ શીખવાડે છે??

૩. શુ તમારી વિચારધારા તમને દેશ અને દુનિયાના રાજકારણમા આવનારા ફેરફારોની પૂર્વ ધારણા કે પ્રિડીકશન કરવાના વૈજ્ઞાનિક નિયમો શીખવાડે છે??

જો ના, તો તરત જ એ વિચારધારાને છોડી દો. અને એવી વિચારધારા શોધો જેના જવાબ હા મા મળતા હોય.

ભરૂચ ફેક્ટરી હાદસો ૦૪/૦૬/૨૦૨૦

Peoples Liberation Party

04/06/2020

ત્રીજી જૂનના બપોરના બાર વાગ્યે ભરુચમા આવેલી યશસ્વી કેમીકલ પ્રા.લી.ની ફેક્ટરીમાં એક જોરદાર ધડાકો થયો. જેમાં સ્થાનીક લોકોના જણાવ્યા પ્રમાણે ૮ કામદારોના મોત થયા હતા જ્યારે ૫૭ કામદારો ગંભીર રીતે ધવાયા હતા. 

કામદાર વળતર એક્ટ, ૧૯૨૩( ૨૦૧૭ના સુધારા પ્રમાણે) કંપનીના સત્તાધીશો લવાયેલા કામદારોના મેડીકલ ખર્ચની બધી જ જવાબદારી તત્ક્ષણ લે તે અમારી માંગણી છે. 

અમારી અન્ય માંગો નીચે મુજબ છે. 

૧) મ્રૂતક કામદારોના પરિવારજનોને કાયદા મૂજબ મળતું વળતર તત્કાલ આપવામાં આવે. 

૨)  ધવાયેલા બધા જ કામદારોની મેડીકલની જવાબદારી કંપની ઉઠાવે.તથા કાયદા પ્રમાણે થતું વળતર આપે. 

૩) બધાજ કામદારો તથા અન્ય કર્મચારીઓ ને કંપની તરફથી મેડીકલ ઇન્શ્યોરન્સ આપવામાં આવે. 

૪) સેફટી પ્રક્રિયામાં રહેલ ખામીઓ તત્કાલ સુધારવામાં આવે. 

૫) કામદારોને જરુરી બધા જ સેફ્ટી સાધનો પુરા પાડવામાં આવે.

૬) ઉપરોક્ત માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી, ફેક્ટરીમાં ઉત્પાદન પ્રક્રિયા ફરી શરુ ન કરવામાં આવે. 

અમે પીપલ્સ લીબરેશન પાર્ટી, આ ભયાનક કરુણ ધટના થી ખૂબ જ દુ:ખી તથા ચિંતીત છીએ. તથા માર્યા ગયેલા કામદારોના આપ્તજનો સાથે સંવેદના વ્યક્ત કરીએ છીએ. તથા ધવાયેલા બધા જ કામદારો જલ્દીમા જલ્દી સાજા થયી જાય તેવી કામના કરીએ છીએ. 

અમે આશા રાખીએ છીએ કે કંપનીના સત્તાધીશો આ બાબતે સહાનુભૂતિપૂર્વક વર્તશે તથા તત્કાલ પગલાં લેશે અને અમને કોઇ અનિચ્છનીય કાયદેસર અથવા અન્યથા પગલાં લેવા મજબૂર નહીં કરે.

સંવેદનાઓ સાથે, 
અભિષેક પરમાર
જનરલ સેક્રેટરી,
People’s Liberation Party

PLP Bharuch IND ACC PR 04/06/2020 ENG

Peoples Liberation Party

Date:04/06/2020

Subject: Compensation and care for the deceased and injured of Yashashvi Chemicals PTV. LTD.

The industrial accident that took place in the city of Bharuch on 03/06/2020 which has resulted in death and severe injuries of multiple workmen which might or might not lead to temporary or permanent partial disablement or total disablement; The employer and managing agent (if any) are requested to take total and comprehensive measure in healthcare and post hospitalization liabilities stipulated under The Workmen’s Compensation Act 1923.

We request:

  1. Immediate (within 7 days of the incident) compensation to the family and/or dependents of the deceased in full and faithful accordance with The Workmen’s Compensation Act (1923) without needing legal actions.
  2. Total coverage of health care liabilities of workmen due to hospitalization and alike that are directly or indirectly caused by the accident.
  3. Immediate and comprehensive workers medical insurance.
  4. Revision and strengthening of safety measures.
  5. Worker’s safety and protection tools.
  6. Suspending production and functioning of the facility until issues (3) to (6) are implemented.

We at Peoples Liberation are deeply saddened and shocked by this incident, we extend our deepest condolences to the families of the individuals who passed in this tragedy. We hope for speedy and full recovery to those still receiving treatment.

We expect from the employer a prompt and sympathetic response and a faithful and total implementation of the demands.

Sympathetically,
Abhishek Parmar
General Secretary,
Peoples Liberation Party

**The Information and details (i.e. name of the employer, casualties and date etc) were attempted to be verified to best of our abilities in these limiting situations, any detail less than true can be reported with evidence at Email: peoplesliberationofficial@gmail.com and we will correct our mistake if any.

નિસર્ગ વાવાઝોડું

લાલ સલામ કોમરેડસ,  પીપલ્સ લિબરેશન પાર્ટીના નિસર્ગ વાવાઝોડા વિશે જનરલ ચેતવણીના આ બૂલેટીનમા આપનું સ્વાગત છે.   આ ખતરનાક વાવાઝોડું આવતીકાલે સવારે મહારાષ્ટ્ર અને ગુજરાતના કાંઠે અથડાવાની સંભાવના છે. ગુજરાતમાં વલસાડ, ડાંગ, નવસારી, દાદરા નગર હવેલી, દમણ તથા સુરત જીલ્લાઓમા તેના લીધે મોટી અસર થવાની સંભાવના છે. મોટા ભાગના સ્થળો પર સામાન્યથી મધ્યમ વરસાદ તથા કેટલાક સ્થળો એ ખૂબ વધુ વરસાદ થવાની સંભાવના છે.   દરિયા કિનારે, નદીકિનારે તથા ખુલ્લા મેદાનોમાં રહેતા લોકોને સલાહ આપવામાં આવે છે કે સલામત સ્થળે પહોંચી જાય. માછીમાર મિત્રોને વિનંતી કે તોફાન થંભી ન જાય ત્યાં સુધી દરિયામાં ન જાય. કામદારો તથા આ વિસ્તારોમાં કામ માટે સ્થળાતર કરીને આવતા આદિવાસી મિત્રોને સલાહ આપવા માંગીશું કે તેઓ મુખ્ય રસ્તાઓ તથા હાઇવે ઝ પર જ રહે. તથા જંગલ ના શોર્ટ કટ રસ્તાઓ અવગણે.  જો કોઇ કારણસર તમે તોફાન કે વરસાદ ની વચ્ચે ફસાઈ જાવ તો સુરક્ષીત સ્થળે શરણ લો. કોઇ પણ પ્રકારના વિજળીના વાયરો કે થાંભલાઓ થી દૂર રહો.   પુર જેવી પરિસ્થિતિ ઉભી થાય તો આસપાસના સૌથી ઉભા ભાગો પર શરણ લો. ઘરના સભ્યો તથા બાળકો માટે પુરતો ખોરાક ભેગો રાખો.   તોફાન વિષયક સાચી માહિતી મેળવવા દુરદર્શન અથવા અન્ય ભરોસાપાત્ર ચેનલો જોવાનો આગ્રહ રાખો.   વધુ માહિતી માટે સંપર્ક Email: peoplesliberationofficial@gmail.com Abishek Parmar
Secretary General,
Peoples Liberation Party

Cyclone Nisarga

Lal Salam,

This is Peoples Liberation Party General Warning and Advisory about Cyclone Nisarga.

As per Indian Meteorological Department the Cyclone will make landfall in early afternoon 03/06/2020 in parts of Maharashtra and Gujarat and Goa.

In Gujarat, districts of Valsad, Navsai, Dang, and Surat will be affected along with UTs of Daman and Dadra and Nagar Haveli. Light to Moderate landfall is to be expected on most places but many places might see heavy rainfall and winds.

People dwelling close to shore, low lying and flat areas and close to riverbanks and streams are advised to prepare themselves.
Fishermen are requested to not to go into the sea until the storm is over. Scheduled Tribes and laborers covering long distances for work are requested to stay by highways and permanent settlements and not to take jungle roads which might get flooded and get them trapped.

If anyone out in the open gets caught in heavy rain and heavy winds, look for stable shelter, houses, shops buildings anything that is made of cement and can provide shade from rain.

People are requested to stay away from damaged, loose and shaky buildings and structures, do not stand close to electric pole, do not take shelter under trees especially under dry and dead trees as the branches might break and fall.

In case of flooding please keep valuables dry and at the highest point inside the house, please keep dry food for family members and dry hay for animals if you have any.

Doordarshan on TV and Akashvani on radio are direct ways of getting update from government about cyclone.

Sincerely,
Abhishek Parmar
Secretary General,
Peoples Liberation Party

For Further information or query Email Us: peoplesliberationofficial@gmail.com

(Gujarati Version will be posted soon)

◆◆~-(કોમરેડ રેબોતી મોહન બર્મન) -~◆◆

#Redstar_in_Bluesky

◆◆~~———–(કોમરેડ રેબોતી મોહન બર્મન) —————-~~◆◆

હમણાં એક મિત્રે પૂછ્યું કે, ગુજરાતમાં કોમ્યુનીસ્ટ આંદોલન કેમ દેખાતું નથી?

મેં કહ્યું, ‘કારણ કે ગુજરાતીમાં કોમ્યુનીસ્ટ મટીરીયલ જ નથી. ગુજરાતી યુવાન, કામદાર કે મહિલાઓ વાંચે શુ? અને જે ક્રાંતિકારી વિચારધારાની ખબર જ ન હોય, તે વિચારધારાના આંદોલન કેવી રીતે પેદા થાય?’

આજે ગુજરાતના કામદાર આંદોલનને કશાની પણ જરુરત હોય તો, એ કોમરેડ રેબોતી મોહન બર્મન જેવા કોમરેડોની છે.

૧૯૦૫ માં બંગાળના કિશોરગંજ ડીસ્ટ્રીકટના શીમુલકાન્ડી ગામમાં તેમનો જન્મ એક દલિત ફેમેલીમા થયેલો. તેમના પપ્પાનુ નામ હરીમોહન તથા મમ્મીનું નામ રુકમણી દેવી હતું.

તેમણે મેટ્રીક ૧૯૨૨મા, BA ૧૯૨૬મા તથા MA with Economics ૧૯૨૮મા પાસ કર્યું. તે સમગ્ર કલકત્તા યુનિવર્સિટી માં પ્રથમ આવેલા તથા તેમને ગોલ્ડ મેડલ મળ્યો હતો.

સ્ટુડન્ટ લાઇફમાજ છેક ૧૯૨૩થી જ તે શ્રી સંધા નામના ક્રાંતિકારી સંગઠનના સભ્ય બની ગયેલા. ૧૯૨૭-૨૮મા થયેલા સ્ટુડન્ટ મૂવમેન્ટ માં તે ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો. પોતાને મળેલ ગોલ્ડ મેડલ વેચીને તેમણે યુવાનો માટેનું એક મેગેઝીન, ‘બેનુ’ ની સ્થાપના કરી. ૧૯૨૯મા તેમની પ્રથમ પુસ્તક,’તરુણ રસ’ છપાઇ.

તે સમયે કલકત્તાનો પોલીસ કમીશ્નર, ચાર્લ્સ ટેગાર્ટ ભારતીય ક્રાંતિકારીઓને મારી નાખવા તથા ટોર્ચર કરવાના કારણે ખૂબ બદનામ થયેલો. ખાસ કરીને જીતેન્દ્ર નાથ મુખર્જી ઉર્ફે જતીન બાધ અને તેમના અન્ય પાંચ ક્રાંતિકારીઓની હત્યા બાદ, બધા જ ક્રાંતિકારીઓ તેનો ખાત્મો કરવા કટીબધ્ધ હતા. તેને મારવાના ઓછામાં ઓછાં છ (six) પ્રયત્નો થયા. એમાંથી એકમાં રેબાતી પણ સંકળાયેલા હતા. પોલીસે ૧૯૩૦મા તેમની ધરપકડ કરી તથા આવનારા આઠ વરસ, છેક ૧૯૩૮ સુધી અલગ અલગ જેલોમાં રાખવામાં આવ્યા. આ દરમ્યાન તેમના પર ભયાનક ટોર્ચર કરવામાં આવ્યો. પણ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો.

તેમણે જેલમાં જ, કોમ્યુનીસ્ટ અને સંગતી (યુનીટી) નામનું સ્ટડી સર્કલ ચાલુ કરી દીધું. ખૂદ પણ અભ્યાસ કરતા હતા અને બીજા સાથીઓને પણ શીખવાડતા!!!

૨૧ જુલાઇ, ૧૯૩૮ના રોજ એ જેલમાંથી છૂટયા. અને તરત જ, કોમરેડ મુઝફ્ફર અહેમદ ની મદદથી અવિભાજીત કોમ્યુનીસ્ટ પાર્ટી સાથે જોડાઇ ગયા. અને પોતાનું સમગ્ર જીવન બંગાળના કામદારો તથા કિસાનોને સામ્યવાદ શીખવાડવા તથા સંગઠીત કરવાના કામમાં લગાવી દીધું.

તેમણે કામદારો(ખાસ કરીને બેલધોયીયાની ઢાકેશ્વરી કોટન મીલ તથા આસપાસના વિસ્તારોમાં) તથા કિસાન આંદોલન ઉભું કરવામાં તેમની મહત્વની ભૂમિકા રહી તથા તેને કારણે તે રાષ્ટ્રીય સ્તરના કોમ્યુનીસ્ટ લીડર તરીકે પ્રસિદ્ધ થયા. અને એટલે પાર્ટીએ ૧૯૩૯મા લેન્ડ રેવન્યુ કમીશન ના પ્રમુખ, સર ફ્લોઇડ સમક્ષ રજુઆત કરવા માટે મોકલ્યા.

હવે તેમણે તેમના જીવનનું અતિમહત્વનુ કામ હાથ ધર્યું. તેમને ખ્યાલ આવી ગયો કે માર્કસવાદને સ્થાનીક ભાષા, બંગાળીમાં ઉતારવો પડશે તો જ સામાન્ય બંગાળી કામદાર તથા કિસાન તેને સમજી શકશે. એટલે, તેમણે મુઝફ્ફર અહેમદ ની સાથે મળીને National Book Agency ની સ્થાપના કરી તથા, સમગ્ર ભારતમાં, મરાઠીને બાદ કરતાં સૌપ્રથમ, કાર્લ માર્કસની મૂડી ગ્રંથને બંગાળી માં ટૂંકાવીને છાપ્યો.

ત્યાર બાદનો આખો દશકો તેમના લખાણો અને ભાષાતરોનો દશકો હતો. તેમના મહત્વના પુસ્તકો નીચે મુજબ છે.

1. Communist Economics
2. Introduction to Marx
3. Peasents and Landlords
4. Crisis of imperialism
5. Hegel and Marx
6. Struggle of Indian Peasentry
7. Lenin and Bolshevik Party
8. Fundemtals of Economics
9. Development of society and civilisation

૧૯૪૮થી તેમની તબીયત સતત બગડતી રહી. આખરે ૬મે, ૧૯૫૨ના રોજ તેમનું અવસાન થયું.

પરંતુ તે પહેલાં તેમણે તેમનું જીવન કાર્ય પુરું કરી દીધું હતુ-માર્કસવાદનુ બંગાળીમાં અવતરણ તથા કામદાર-કિસાનોનુ સંગઠન. એના લીધે બંગાળના ક્રાતિકારી આંદોલનને જબર દસ્ત ઉર્જા મળી હતી.

કોમરેડ રેબોતીનુ મહત્વ એ બાબતે છે કે તે-અંગ્રેજોને તેમના સાચા સ્વરુપમા-કેપીટાલીસ્ટ-ઇમ્પીરીયાલીસ્ટ લૂંટારાઓ તરીકે બહુ વહેલા જ ઓળખી ગયા હતા જ્યારે બીજા ધણા મોટા માથાઓ અંગ્રેજોના તળીયા ચાટતા હતા.

કોમરેડ રેબોતીને તેમના પરિનિર્વાણ દિવસે વિનમ્ર શ્રધ્ધાંજલિ!!

ગુજરાતને એનો કોમરેડ રીબોતી ક્યારે મળશે?

રેફરલ્સ:

1. Comrade Robati smaranarthe by Arun Chaudhary
2. Remembering comrade Robati Barman by Sucheta Chatopadhyaya

#RedGujarat_BestGujarat